હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પહાડોએ બરફની ચાદર ઓઢી લીધી છે, તેમજ મેદાનીય વિસ્તારોમાં પણ વાદળો વરસી રહ્યા છે. લાહોલ સ્પીતિ જિલ્લાનાં લોસરમાં, અટલ ટનલ, રોહતાંગ, કંજુમપાસ, બારાલાચા, કિન્નોર, કુલ્લુ અને ચંબાનાં પાંગી, ભરમૌરમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. ભારે હિમવર્ષાને કારણે શિમલા, ચંબા, કુલ્લુ, કિન્નોર, લાહોલ સ્પીતિ અને મંડીના અનેક વિસ્તારો સંપર્ક કપાઈ ગયો છે.
ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. પરંતુ સહેલાણીઓ, ખેડૂતો, બગીચાના માલિકો અને પર્યટન વેપારીઓ ખુશ છે.