Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી અને નિર્ણાયક T20 મેચ રમાઈ ગઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ 168 રનથી મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડ 12.1 ઓવરમાં 66 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયાના બોલર્સે શાનદાર બોલિંગ કરી હતી. હાર્દિક પંડ્યાએ 4 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ, શિવમ માવી અને ઉમરાન મલિકને 2-2 વિકેટ મળી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ડેરિલ મિચેલે 35 રન બનાવ્યા હતા. આ પછી સેકન્ડ હાઇએસ્ટ રનસ્કોરર કેપ્ટન મિચેલ સેન્ટનર હતો, તેણે 13 રન બનાવ્યા હતા.


T20ના ઈતિહાસમાં ભારતની સૌથી મોટી જીત
T20 ક્રિકેટમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત અને ન્યૂઝીલેન્ડની સૌથી મોટી હાર છે. ભારતનો અગાઉનો રેકોર્ડ 143 રને જીતનો હતો. ટીમ ઈન્ડિયાએ 2018માં આયર્લેન્ડને 143 રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડની ટીમ અગાઉ 2010માં પાકિસ્તાન સામે 103 રનથી હારી ગઈ હતી.

T20માં કોઈપણ ટેસ્ટ ટીમમાં બીજી સૌથી મોટી
ભારતે T20 ઈન્ટરનેશનલમાં ટેસ્ટ ટીમની બીજી સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો છે. પહેલા નંબરે શ્રીલંકાની ટીમ છે. શ્રીલંકાએ 2007માં કેન્યાને 172 રનથી હરાવ્યું હતું. જો ટેસ્ટ ન રમવાની ટીમના રેકોર્ડને પણ સામેલ કરવામાં આવે તો T20 ઈન્ટરનેશનલમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ ચેક રિપબ્લિકના નામે છે. ચેક રિપબ્લિકની ટીમે 2019માં તુર્કીને 257 રનથી હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયાએ કિવીઝને ચોથીવાર સિરીઝમાં હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 168 રને હરાવીને 2-1થી સિરીઝ કબજે કરી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને સતત ચોથીવાર T20 સિરીઝમાં હાર આપી હતી.