Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક સ્તરે 2022નું વર્ષ અનેક આપત્તિ ભર્યું રહ્યું હોવાની સાથે ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો ટ્રેન્ડ છતાં ભારતીય શેરબજારમાં નવા રોકાણકારોની સંખ્યામાં ઝડપી વધારો થઇ રહ્યો છે. દેશમાં 2022ના વર્ષમાં ઇક્વિટીમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યા વાર્ષિક ધોરણે 34 ટકા વધી 10.8 કરોડ થઈ હતી.ઈક્વિટી માર્કેટમાં આકર્ષક રિટર્ન,ખાતું ખોલવાની પ્રક્રિયામાં સરળતા અને નાણાકીય બચતમાં વધારો થયો હતો.


અગાઉના ત્રણ મહિનાની સરખામણીમાં ડિસેમ્બરમાં આવા ખાતાઓમાં વધારો થયો હતો. જોકે,નાણા વર્ષ 2021-22 (FY22) સરેરાશ રન-રેટ 29 લાખની નીચે રહી હતી. જે ગતીએ રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે તેને ધ્યાનમાં લેતા આગામી પાંચ વર્ષમાં ડિમેટ એકાઉન્ટની સંખ્યા 20 કરોડ પહોંચી જશે તેવું અનુમાન છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના અહેવાલ મુજબ ઓક્ટોબર અને નવેમ્બરમાં પ્રત્યેક 18 લાખ અને સપ્ટેમ્બરમાં 20 લાખની સરખામણીમાં ડિસેમ્બર 2022માં આવા ખાતાઓમાં વૃદ્ધિની સંખ્યા 21 લાખ હતી. આ ઘટાડો મુખ્યત્વે 2023માં રશિયા-યુક્રેન યુદ્ધ, ઊંચા વ્યાજ દર અને વધતી જતી ફુગાવા અને યુએસ ફેડરલ રિઝર્વની આકરી નીતિઓના કારણે જોવા મળેલી અસ્થિરતાને કારણે છે. ઉપરાંત, 2021 ની સરખામણીમાં 2022 માં બજારોમાં ઓછી સંખ્યામાં નવા IPO આવતાં પણ છેલ્લા કેટલાક મહિનામાં ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા છે. ડીમેટ ખાતાઓની સંખ્યા ડિસેમ્બર 2022માં વધીને 10.8 કરોડ થઈ હતી જે ડિસેમ્બર 2021માં 8.1 કરોડ હતી.

ડીમેટ ખાતાઓમાં વધારો ઇક્વિટી માર્કેટમાંથી આકર્ષક રિટર્ન અને બ્રોકર્સ દ્વારા તેમના ગ્રાહકોને આપવામાં આવતી એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાની સરળતા દ્વારા પ્રેરિત કરવામાં આવી હતી. વધેલી નાણાકીય બચત, નાણાકીય સાક્ષરતા અને યુવાનોમાં ટ્રેડિંગની વધતી જતી લોકપ્રિયતા એ વૃદ્ધિમાં ફાળો આપતા અન્ય કેટલાક મુખ્ય પરિબળો છે.