કેપિટલ માર્કેટ નિયામક સેબીએ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) મેનેજરની ઇન્વેસ્ટમેન્ટ ટીમમાં હાજર ઓછામાં ઓછા એક અધિકારી પાસે જરૂરી પ્રમાણપત્ર જરૂરી હોવા માટેના નિયમોમાં સુધારો કર્યો છે. નવી જરૂરિયાત AIF સેગમેન્ટમાં યોગ્યતા અને વ્યાવસાયિકતા વધારવાનો છે.
સેબીના 10મેના રોજ આવેલા નોટિફિકેશન અનુસાર અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડના મેનેજરની મુખ્ય ઇન્વેસ્ટમેન્ટ ટીમમાં રહેલા અધિકારીએ NISM સિરીઝ XIX-C પાસ કરીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિક્યોરિટીઝ માર્કેટ પાસેથી પ્રમાણપત્ર મેળવવું પડશે. તેના અમલીકરણ માટે સેબીએ AIF નિયમોમાં સુધારો કર્યો છે.
આ નવા નિયમો એ જ તારીખથી અમલી બનાવવામાં આવ્યા છે. મુખ્ય અધિકારી માટે સર્ટિફિકેટની અનિવાર્યતા મારફતે કેપિટલ માર્કેટ નિયામક AIFsના સંચાલન માટે ઉચ્ચ પ્રાવીણ્ય સુનિશ્ચિત કરવા માંગે છે. ગત મહિને, સેબીએ જાહેરાત કરી હતી કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વેગ આપવા માટે AIFsના પ્રાઇવેટ પ્લેસમેન્ટ મેમોરેન્ડમમાં કોઇપણ ફેરફારને હવે મર્ચન્ટ બેન્કરને બદલે સીધા જ નિયામક પાસે જમા કરાવી શકાશે. તે ઉપરાંત આ પગલાનો હેતુ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે અનુપાલન ખર્ચને વધુ તર્કસંગત બનાવવાનો છે.