સુપ્રીમ કોર્ટ આજે એટલે શુક્રવારે અદાણી ગ્રુપ વિરૂદ્ધ હિંડનબર્ગના રિપોર્ટ સાથે જોડાયેલી બે PIL ઉપર સુનવણી કરશે. PILમાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ કરવામાં આવી છે. વકીલ અમએલ શર્મા અને વિશાલ તિવારીએ દાખલ કરેલી PILમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકા સ્થિત હિંડનબર્ગે અદાણીના શેર શોર્ટ સેલ કર્યા જેનાથી રોકાણકારોને ભારે નુકસાન થયું.
તિવારીએ કહ્યું કે હિંડનબર્ગ રિપોર્ટે દેશની છાપને ખરાબ કરી છે. જે અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી રહ્યું છે. ત્યાં જ, શર્માની PILમાં દાવો કરવામાં આવ્યો છે કે રિપોર્ટ ઉપર મીડિયા પ્રચારે બજારને પ્રભાવિત કર્યું અને હિંડનબર્ગના ફાઉન્ડર નાથન એન્ડરસન પણ ભારતીય નિયમનકાર સેબીને તેમના દાવાના પ્રમાણ પૂરા પાડવામાં નિષ્ફળ રહ્યાં. એડવોકેટે ચીફ જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતા બેંચની સામે મામલાની અર્જેન્ટ લિસ્ટિંગની અપીલ કરી હતી.