Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વુમન્સ T20 વર્લ્ડ કપમાં ભારતે વેસ્ટઈન્ડીઝને 6 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા સેમી-ફાઈનલની નજીક પહોંચી ગઈ છે. વિન્ડીઝ સામે ટીમ ઈન્ડિયાની આ સતત 8મી T20 જીત છે. તેમની છેલ્લી હાર 2016માં વિજયવાડામાં થઈ હતી.


કેપટાઉન ગ્રાઉન્ડ પર ટૉસ જીતીને બેટિંગ કરતાં વેસ્ટઈન્ડીઝે 20 ઓવરમાં 6 વિકેટે 118 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ જીત માટે જરૂરી 119 રન 19મી ઓવરમાં 4 વિકેટે બનાવી લીધા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર અને રિચા ઘોષ વચ્ચે 72 રનની પાર્ટનરશિપે આ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કૌરે 33 અને રિચા ઘોષે 44 રન બનાવ્યા હતા. વિન્ડીઝ ટીમ તરફથી કરિશ્મા રામહાર્કે બે વિકેટ ઝડપી હતી, જ્યારે હેલી મેથ્યુઝને એક વિકેટ મળી હતી.

વેસ્ટઈન્ડીઝ ઇનિંગ
કેપટાઉનના ન્યૂલેન્ડ્સ ગ્રાઉન્ડ પર ટૉસ જીતીને પહેલી બેટિંગ કરતાં વેસ્ટઈન્ડીઝે નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 118 રન બનાવ્યા હતા. સ્ટેફની ટેલરે 42 અને શેમેન કેમ્પબેલે 30 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી સ્પિનર દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે T20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટ પણ લીધી છે. દીપ્તિએ એફી ફ્લેચર (0 રન), સ્ટેફની ટેલર (42 રન) અને શેમેન કેમ્પબેલ (30 રન)ની વિકેટ લીધી હતી. દીપ્તિ ઉપરાંત રેણુકા અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી.