Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં 180 રનની હારનો બદલો લીધો. રવિવારે દુબઈમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા. ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.


ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે 3 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 62 અને મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા. શાહીન શાહ આફ્રિદીએ 2 વિકેટ લીધી. અબરાર અહેમદ અને ખુશદિલ શાહે 1-1 વિકેટ લીધી.

વિરાટ 158 કેચ સાથે વન-ડેમાં સૌથી વધુ કેચ લેનાર ભારતીય બન્યો. તેણે ઇનિંગ્સમાં 15મો રન બનાવતાની સાથે જ સૌથી ઝડપી 14,000 ODI રન પણ પૂરા કર્યા. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા નંબરનો ટોપ સ્કોરર પણ બન્યો. તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો, જેમના નામે 27,483 રન છે.

કોહલીની પાકિસ્તાન સામે ત્રણ ટુર્નામેન્ટમાં સદી ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલીએ વન-ડેમાં 51મી સેન્ચુરી ફટકારી છે. આ સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 82મી સેન્ચુરી પૂરી કરી છે. ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પહેલી સદી છે. ત્યારે હવે તેના નામે પાકિસ્તાન સામે ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપમાં સેન્ચુરી ફટકારી છે.