મોબાઇલમાં સિગ્નલ નહીં આવવાથી અને ઇન્ટરનેટની ધીમી સ્પીડના કારણે યુઝર્સ પરેશાન છે. 2012થી અત્યાર સુધી 102 કરોડ એક્ટિવ યુઝર્સમાંથી 78.97 કરોડ એટલે કે આશરે 77% યુઝર્સે તેમના નંબર પોર્ટ કરાવી દીધા છે.
ટ્રાઇના તાજા અહેવાલ પ્રમાણે, 2022-23માં એપ્રિલથી ડિસેમ્બર સુધી 9.4 કરોડ યુઝર્સ તેમના મોબાઇલ નંબર પોર્ટ કરાવી ચૂક્યા છે. 2021-22માં જ 11.3 કરોડ યુઝર્સે તેમના નંબર પોર્ટ કરાવ્યા હતા, જે છેલ્લા આઠ વર્ષનો સૌથી મોટો આંકડો છે. ઇન્ટરનેટમાંથી બ્રોડબેન્ડમાં જવાનો ટ્રેન્ડ પણ રહ્યો છે. નેટ યુઝર્સની સંખ્યા 82.53 કરોડથી ઘટીને 82.48 કરોડ થઇ ગઇ છે, જ્યારે બ્રોડબેન્ડ યુઝર્સ 77.8 કરોડથી વધીને 78.8 કરોડ થયા છે. વાયરલાઇન યુઝર્સની સંખ્યા 2.02 કરોડથી 2.48 કરોડ થઇ છે, તો 3.88 કરોડ મોબાઇલ નંબર ડિએક્ટિવેટ થઇ ગયા છે.
પાંચ વર્ષમાં આઉટગોઇંગ કૉલનો સમય બમણોઃ 2016-17માં મોબાઇલ પર આઉટગોઇંગનો સરેરાશ સમય પ્રતિ માસ 405 મિનિટ હતો, જે 2021-22માં 955 મિનિટ પ્રતિ માસ થઇ ગયો છે.