Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગીર સોમનાથ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ હિટ એન્ડ રનની ઘટના યુવકની હત્યા માટે જ ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ચકચારી હત્યાના ગુનામાં સગીરએ તેની પ્રેમિકા સાથે મળી બહેનને હેરાન કરતાં યુવકને બોલેરો પીકઅપ વાનથી ઠોકર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપી સહિત ત્રણની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સ્ટેટ હાઇવે પર તા 06 સપ્ટેમ્બરની સાંજે સાતેક વાગ્યે એક્ટિવા પર જઈ રહેલા ઉમરેઠી ગામના સુરેશ જાદવ નામના 22 વર્ષીય યુવકને પાછળથી બોલેરો પીકઅપ વાન દ્વારા ઠોકર મારતાં એક્ટિવા ચાલક યુવક ફંગોળાઈ જાય છે અને બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી નાશી છૂટે છે. ઇજાગ્રસ્ત યુવકને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવે છે. જ્યાં ફરજ પરના તબીબ યુવકને મૃત જાહેર કરે છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હિટ એન્ડ રનની ઘટના અકસ્માત હોય તેવું લાગે છે, પરંતુ આ ઘટનામાં ગીર સોમનાથ LCB દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી ત્યારે, આ ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો આખો ગુન્હાહિત પ્લાન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફોર્ન્સ કરી આ ચકચારી ગુનાની અંદરની ખોફનાક હકીકત પરથી પડદો ઉચકતાં જણાવ્યું હતું કે, મૃતક સુરેશ જાદવને ઉમરેઠી ગામના જ સગીરે ખુબ જ સિફતપૂર્વક મોતને ઘાટ ઉતારી આ ઘટનાને અકસ્માતમાં ખપાવી પોલીસની આંખમાં ધૂળ છાંટવાનો પ્રયાસ કર્યો હતો. મૃતક યુવક અને આરોપીના પરિવાર વચ્ચે ઘણા સમયથી મનદુઃખ ચાલ્યા આવતા હતા. મૃતક યુવક સુરેશ આરોપીની બેનને હેરાન કરતો હોવાથી આરોપીએ યુવક સુરેશને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો.