Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન ઈઝરાયલે લોકોને ગાઝા પટ્ટી ખાલી કરવા કહ્યું છે. સેનાએ આકાશમાંથી લેટર ફેંક્યાં છે. આના પર લખેલું છે- હમાસના હુમલાને કારણે ઈઝરાયલની સેના જવાબ આપી રહી છે. હમાસ જ્યાં કાર્યરત છે તે ઇમારતોને નષ્ટ કરવામાં આવશે.

ઈઝરાયલના સંરક્ષણમંત્રી યોવ ગાલાંટે કહ્યું- અમે યુદ્ધના તમામ નિયમો ખતમ કરી દીધા છે. અમારા સૈનિકો હવે કોઈપણ વસ્તુ માટે જવાબદાર રહેશે નહીં. તેમની સામે મિલિટરી કોર્ટમાં કોઈ કેસ નોંધવામાં આવશે નહીં. હમાસ ગાઝાને બદલવા માગે છે, અમે એને 180 ડીગ્રીથી બદલીશું. તેમને હંમેશાં એ વાતનો અફસોસ રહેશે કે ગાઝા ક્યારેય સમાન નહીં રહે.

યુનિટી ગવર્નમેન્ટ અને યુદ્ધ કેબિનેટ શું છે?
હમાસ વિરુદ્ધ ઇઝરાયલમાં યુદ્ધ કેબિનેટ અથવા યુનિટી ગવર્નમેન્ટની રચના કરવામાં આવી છે. આવું 1973 પછી પહેલીવાર બન્યું છે. યુનિટી ગવર્નમેન્ટ એટલે એવી સરકાર, જેમાં તમામ પક્ષોનો સમાવેશ થાય છે. તે યુદ્ધ દરમિયાન બનાવવામાં આવે છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, વોર કેબિનેટમાં 3 સભ્યો છે.

ઓપરેશન અજયે ભારતીયોને બહાર કાઢવાનું શરૂ કર્યું
દરમિયાન ભારત સરકારે ઇઝરાયલમાં ફસાયેલા 18 હજાર ભારતીયોને બચાવવા માટે ઓપરેશન અજયની જાહેરાત કરી છે. આ માટેની પ્રથમ ફ્લાઈટ આજે રવાના થશે. આ દરમિયાન ભારતીય નૌકાદળ પણ મદદ માટે તૈયાર રહેશે. વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું- ભારત સરકાર ઓપરેશન અજય હેઠળ ભારતીયોને પરત લાવશે, જેને પાછા આવવું હોય તે આવી શકે છે.