Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આજે એટલે કે 16મી એપ્રિલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કિંમતો લગભગ 11 મહિનાથી સ્થિર છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા છે, જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે.


શ્રીગંગાનગરમાં સૌથી મોંઘુ ઈંધણ
ભારતમાં સૌથી મોંઘુ ઈંધણ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યું છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત 113.30 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 109.26 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.66 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

મે 2022 પછી કિંમતોમાં કોઈ ફેરફાર નથી
છેલ્લી વખત મે 2022માં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 9.5 રૂપિયા અને 7 રૂપિયાનો ઘટાડો થયો છે. જુલાઈ 2022માં મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 5 અને 3 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો.