વ્લાદિમીર પુતિને ફિનલેન્ડ-નોર્વે બોર્ડર પર 11 પરમાણુ બોમ્બર તહેનાત કર્યા છે. બ્રિટિશ ન્યૂઝ પેપર 'ધ મિરર'એ સેટેલાઈટ ઈમેજને આધારે આ દાવો કર્યો છે. અમેરિકા અને યુરોપીય દેશોનો આરોપ છે કે પુતિનના લશ્કરી જનરલ પશ્ચિમી દેશો અને ખાસ કરી યુરોપીય દેશો પર પરમાણુ હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે.
યુરોપિયન દેશોનો દાવો એટલા માટે પણ મહત્ત્વનો બની જાય છે, કારણ કે પુતિન અને રશિયન રક્ષા મંત્રીએ ઈશારામાં કહ્યું છે કે રશિયા પોતાની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, પુતિનના આદેશ પર રશિયાના ઓલેનાયા એરબેઝ પર 12 TU-160 પરમાણુ બોમ્બ તૈનાત છે. જેની સંખ્યા 11 છે. આ સિવાય 4 TU-95 કોલા એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે. નોર્વેની ફેક્ટ ચેકિંગ વેબસાઈટ FAKTISK.NOએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. બે અઠવાડિયા પહેલા ઈઝરાઈલના ન્યૂઝ પેપર 'જેરૂસલેમ પોસ્ટ'એ પણ કહ્યું હતું કે, ઓલેનાયા એરબેઝ પર હલચલ દેખાઈ રહી છે. ત્યાર પછી ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા 'ઈમેજ સેટ'એ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.