Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મહેસાણા ના મોઢેરા ચાર રસ્તા બાદ રાધનપુર ચાર રસ્તા પર વાહન ચાલકો અને લોકો માટે માથાના દુખાવા સમાન જટિલ બની ગયેલી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે 95 કરોડના ખર્ચે ચાર માર્ગીય પ્લાય ઓવર બનાવવા માટે ધારાસભ્ય અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સરકાર દ્વારા માંગવામાં આવેલા ડેટા સ્થાનિક માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપીને ટ્રાફિક સર્વેની પણ ઓનલાઇન કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ હાઈવે પર ખારી નદીના જૂના પુલનું નવીનીકરણ અને નાગલપુર કોલેજ પાસે પણ નાનો અંડર પાસ મળી ત્રણ મહત્વના પ્રોજેક્ટ માટે દરખાસ્ત કરવામાં આવી છે.


મોઢેરા ચાર રસ્તાની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે કરોડોના ખર્ચે અંડર પાસ બનાવ્યા પછી હાઇવે પર રાધનપુર ચાર રસ્તા અને નાગરપુર કોલેજ પાસેના રસ્તા પર સવાર સાંજ સર્જાતી ટ્રાફિકની સમસ્યા વહીવટી તંત્ર અને લોકો માટે સિર દર્દ સમાન બની ચૂકી હતી. જેનો કાયમી ઉકેલ લાવવા માટે સ્થાનિક ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા રામોસણાનો બ્રિજ જ્યાં પૂરો થાય છે, ત્યાં દૂધસાગર ડેરીથી લઇ ને અંડરપાસ જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં સુધી રાધનપુર ચાર રસ્તા પર 95 કરોડના ખર્ચે 450 મીટર ચાર માર્ગિય ફ્લાય ઓવર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.