ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતી 33 વર્ષની મૂકબધિર યુવતી પર દુષ્કર્મ થયાની શંકાએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 8 માસનો ગર્ભ હોવાથી પોલીસે મેડિકલ રિપોર્ટ કરાવ્યા છે. પોલીસ ઈન્સ્પેક્ટર સંગાડાએ જણાવ્યું હતું કે, રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ભાઈ અને પિતા સાથે રહેતી મૂકબધિર યુવતીને પેટમાં દુ:ખાવો ઉપડતાં પ્રથમ ગોંડલ અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવી હતી. અપરણિત મૂકબધિર યુવતીને 8 માસનો ગર્ભ હોવાથી તેના પર દુષ્કર્મ થયું હોવાની પોલીસને શંકા છે. જો કે, પ્રાથમિક તપાસમાં રિપોર્ટ કરાવાયા છે. યુવતી મૂકબધિર હોવાથી શું થયું તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. તપાસના અંગે સત્ય વિગતો બહાર આવશે.