ગુજરાત બિઝનેસ હબ છે પરંતુ માત્રને માત્ર પારંપારિક બિઝનેસ પર જ ઉદ્યોગકારોનું ફોકસ રહ્યું છે જેના કારણે ટેક્નોલોજીનો અભાવ જોવા મળી રહ્યો છે. ટેક્નોલોજી, કોમ્યુનિટી તથા ઇકોસિસ્ટમના અભાવથી સ્ટાર્ટઅપ મુદ્દે દેશના ટોપ પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. જોકે, છેલ્લા એકાદ-બે વર્ષથી પરિસ્થિતી બદલાવા લાગી છે અને ટેક્નોલોજી મુદ્દે ઇકોસીસ્ટમ બિલ્ટ અપ થવા લાગી છે.
ગુજરાતીઓ ફાઇનાન્સિંગ મુદ્દે પાછા નથી પડતા પરંતુ તેઓને પ્રમોટ કરવા માટે મેન્ટરિંગ અતિ આવશ્યક બાબત છે. Rogue Opportunities ના સહ-સ્થાપક સીએ દિશાંક શાહે જણાવ્યું કે અમારું લક્ષ્ય તમામ રોકાણકારો માટે એન્જલ રોકાણને સુલભ અને વ્યવહારુ બનાવવાનું છે તથા ઇક્વિટી ભંડોળ એકત્ર કરવા સ્ટાર્ટઅપ્સ માટે સહાયક ઇકોસિસ્ટમ પણ ઊભી કરવાનું છે. સ્ટાર્ટઅપ્સ માટે 360 ડિગ્રી સોલ્યુશનનું સર્જન કરશે, ગુજરાતમાં એક વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સમુદાયનું નિર્માણ કરવા, મેક ઇન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા અને મહિલાઓના નેતૃત્વ હેઠળના ઔદ્યોગિક સાહસોના વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
દસ લાખથી વધુ રોકાણકારોનું નેટવર્ક ઊભું કરવા ઉપરાંત કંપનીનો ઉદ્દેશ એક અબજ ડોલરનું રોકાણ ઉભું કરવાનો અને આગામી પાંચ વર્ષમાં 25 ટકા કે તેથી વધુ સીએજીઆર હાંસલ કરવાનો છે તેવા ટાર્ગેટ સાથે યશ વસંત, સીએ અર્જુન અક્રુવાલા, મેઘલ શાહ અને માર્મિક શાહ સ્ટાર્ટઅપને પ્રમોટ કરી રહ્યાં છે.
Rogue ઓપચ્યુનિટી દ્વારા ઈન્વેસ્ટર મીટ-અપનું આયોજન અમદાવાદ ખાતે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સહયોગ અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવાના હેતુથી 2 જૂનના રોજ ઈન્વેસ્ટર મીટ-અપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નેટવર્કિંગ, આઇડિયા શેરિંગ અને સંવાદ માટે પાંચ સ્ટાર્ટઅપ્સ, સાતથી આઠ સ્થાપકો અને 50થી 60 રોકાણકારોને એક સાથે ભાગ લેશે.