ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૈયદ આબિદ અલીનું બુધવારે અમેરિકામાં અવસાન થયું. તેઓ 83 વર્ષના હતા. સૈયદે 34 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. સૈયદનો જન્મ 9 સપ્ટેમ્બર 1941ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 397 વિકેટ લીધી હતી.
સૈયદે ડિસેમ્બર 1967માં એડિલેડમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે પોતાની પહેલી મેચમાં જ 6 વિકેટ લીધી, જે તેમના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તેમણે સિડનીમાં પણ 78 અને 81 રનની ઇનિંગ્સ રમી હતી. સૈયદ 1974 સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા. તેમણે આ ફોર્મેટમાં 47 વિકેટ લીધી અને 1018 રન બનાવ્યા.
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું આબિદ અલીએ 1967-68માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. બ્રિસ્બેનમાં રમાયેલી મેચમાં તેણે 55 રન આપીને 6 વિકેટ લીધી હતી. હૈદરાબાદના આ ખેલાડીને 'ચિચ્ચા' તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેમણે આંધ્રપ્રદેશ રણજી ટીમ તેમજ માલદીવ અને UAE ક્રિકેટ ટીમને પણ કોચિંગ આપ્યું હતું.