ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન પૂરી થઈ ગઈ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને તેનું પાંચમું ટાઇટલ જીત્યું છે. જોકે પ્લેઑફમાં માત્ર 4 ટીમ જ પહોંચી હતી, પરંતુ જો તમામ 10 ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમ બનાવવામાં આવે તો લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગયેલી ટીમના ખેલાડીઓને પણ તેમાં સામેલ કરવામાં આવશે.
આખી ટુર્નામેન્ટના પાવરપ્લે, મિડલ ઓવરો અને ડેથ ઓવર્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની પસંદગી કરી છે. આ સાથે ઇમ્પેક્ટ પ્લેયરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. IPLના સત્તાવાર નિયમ પર નજર કરીએ તો 4 વિદેશી અને 8 ભારતીય ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે.
શુભમન ગિલ, ફાફ ડુ પ્લેસીસ, ડેવોન કોનવે, વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલના વિકલ્પો શ્રેષ્ઠ ઓપનરોની રેસમાં ઉભરી આવ્યા હતા. કારણ કે આ પાંચે ઓપનિંગ કરતી વખતે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. પરંતુ કોઈપણ 2 ખેલાડીઓને પસંદ કરવા માટે, અમે તેમના સ્ટ્રાઈક રેટ અને પાવરપ્લે રનને પણ ધ્યાનમાં લીધા હતા.
ગિલના પાર્ટનર બનવા માટે ડુ પ્લેસીસ અને જયસ્વાલ વચ્ચે રેસ થઈ હતી. જયસ્વાલે 625 અને ડુ પ્લેસીસે 730 રન બનાવ્યા હતા, પરંતુ યશસ્વીનો સ્ટ્રાઈક રેટ વધુ હતો અને તેણે ફાફ કરતાં 12 ચોગ્ગા વધુ ફટકાર્યા હતા. જ્યારે ડુ પ્લેસીસે 36 અને યશસ્વીએ 26 છગ્ગા ફટકાર્યા હતા.
T20માં સેન્સિબલ સાથે નંબર-3 અને નંબર-4 પર એટેકિંગ બેટરની જરૂર છે. જે પ્રારંભિક વિકેટો પડે ત્યારે ઇનિંગ્સને સંભાળી શકે છે અને મોડેથી વિકેટ પડે ત્યારે ઝડપી સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ પણ કરી શકે છે. અમે પહેલા જ ફાફને ત્રીજા નંબરે રાખ્યા છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ, કેમરૂન ગ્રીન, શિવમ દુબે, ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસ રેસમાં હતા.