IPL મેચના છેલ્લા પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારીને હીરો બની ગયેલો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો બેટર રિંકુ સિંહ હવે પોતાના સિક્સ પેક એબ્સને લઈને ચર્ચામાં છે. રિંકુ આ દિવસોમાં રજાઓ માણવા માલદીવ્સ ગયો છે.
રિંકુએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે, જેમાં તેના સિક્સ પેક એબ્સ દેખાઈ રહ્યા છે. ક્રિકેટ ચાહકો પણ તેની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.
રિંકુ સિંહની આ સ્ટાઈલ જોઈને શુભમન ગિલની બહેન શાહનીલ ગિલે લખ્યું- ઓ હીરો. KKRના કેપ્ટન નીતીશ રાણાની પત્ની સચી મારવાહે વ્હાઈટ હાર્ટ ઈમોજી સાથે 'સરસ' લખ્યું છે. જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના બોલર મોહસિન ખાને લખ્યું – રિંક્સ.
છેલ્લા પાંચ બોલમાં યશ દયાલને સતત પાંચ છગ્ગા ફટકારીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ (જીટી) સામેની લીગ મેચમાં તેની ટીમને જીત અપાવી ત્યારે રિંકુ ચર્ચામાં આવી ગયો હતો. આ સીઝનમાં રિંકુએ 14 મેચમાં 59.25ની એવરેજ અને 149.53ની સ્ટ્રાઈક રેટથી 474 રન બનાવ્યા છે.