Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આજે એટલે કે બુધવારે (7 જૂન) શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 350 પોઈન્ટ વધીને 63,142 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં પણ 127 પોઈન્ટનો વધારો થયો હતો, તે 18,726ના સ્તર પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઉછાળો અને 5માં ઘટાડો જોવા મળ્યો હતો.

નિફ્ટી છેલ્લા 6 મહિનામાં 1 ડિસેમ્બર, 2022 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. 1 ડિસેમ્બર 2022ના રોજ બજાર 63,284 પર હતું. આજે બ્રિટાનિયાના શેરમાં 4.17%નો વધારો જોવા મળ્યો છે. બુધવારે રૂપિયો યુએસ ડોલર સામે 6 પૈસા મજબૂત થઈને 82.54 પર બંધ થયો હતો.

IKIO લાઇટિંગનો IPO પ્રથમ દિવસે 1.61 વખત સબસ્ક્રાઇબ થયો
LED લાઇટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની 'IKIO લાઇટિંગ લિમિટેડ'નો IPO ગઇકાલે એટલે કે પ્રથમ દિવસે 1.61 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ રોકાણકારો આ IPO માટે 8 જૂન સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 16 જૂને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.