Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 296 રનની લીડ મેળવી લીધી છે. ટીમે બીજી ઇનિંગમાં સ્ટમ્પ્સ સુધી 4 વિકેટે 123 રન બનાવ્યા હતા. માર્નસ લાબુશેન 41 અને કેમેરોન ગ્રીન 7 રને અણનમ પરત ફર્યા હતા.

ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં સ્ટીવ સ્મિથ 34 રન, ટ્રેવિસ હેડ 18 રન, ઉસ્માન ખ્વાજા રન અને ડેવિડ વોર્નર 1 રને આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયા તરફથી રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. તો ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજને 1-1 વિકેટ મળી હતી.

લંડનના ધ ઓવલ મેદાનમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતની પ્રથમ ઇનિંગમાં અજિંક્ય રહાણે (89 રન) અને શાર્દૂલ ઠાકુરે (51) અડધી સદી રમીને ભારતને ફોલોઓનથી બચાવ્યું હતું. બંને વચ્ચે 7મી વિકેટ માટે 109 રનની ભાગીદારી થઈ હતી. પ્રથમ સેશનમાં નસીબ ભારતનો સાથ આપ્યો હતો. આમાં ભારતીય બેટર્સને પણ ત્રણ જીવતદાન મળ્યા હતા.

અગાઉ ભારતનો ટોપ ઓર્ડર ફ્લોપ ગયો હતો. રોહિત શર્મા 15 અને શુભમન ગિલ 13 રન બનાવીને આઉટ થયા હતા. પૂજારા અને કોહલીએ પણ 14-14 રન બનાવ્યા હતા. જાડેજા 48 રન બનાવી આઉટ થયો હતો. તેણે રહાણે સાથે 100 બોલમાં 71 રનની ભાગીદારી કરીને ભારતીય દાવને થોડા સમય માટે વિખરતો અટકાવ્યો હતો.

પેટ કમિન્સે ત્રણ વિકેટ ઝડપી હતી. મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ અને કેમરૂન ગ્રીનને બે-બે વિકેટ મળી હતી. નાથન લાયને 1 વિકેટ લીધી હતી.