Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુરુવારે (8 જૂન) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 294 પોઈન્ટ ઘટીને 62,848 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 91 પોઈન્ટ ઘટીને 18,634ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 ઘટ્યા અને 6 વધ્યા. એનટીપીસીનો શેર આજે 3.10% વધ્યો છે.


બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએનસીજી, મીડિયા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટર નુકસાન સાથે બંધ થયા છે. માત્ર એનર્જી અને મેટલ્સ સેક્ટરના શેરમાં જ વધારો થયો હતો. આજે યુએસ ડોલર સામે રૂપિયો 5 પૈસા નબળો પડીને રૂ.82.57 પર બંધ રહ્યો હતો. બુધવારે તે રૂ.82.52 પર બંધ થયો હતો.

L&T ફાઇનાન્સે ડિવિડન્ડ જાહેર કર્યું
L&T ફાઇનાન્સની બોર્ડ મીટિંગમાં ડિરેક્ટરોએ શેરધારકોને શેર દીઠ રૂ. 2નું ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આજે, L&T ફાઇનાન્સ હોલ્ડિંગના શેરમાં રૂ. 1.90 એટલે કે 1.77%નો ઘટાડો જોવા મળ્યો છે. આ પછી તે રૂ.105.65 પર બંધ થયો.

રેપો રેટ 6.50% પર યથાવત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે રેપો રેટમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે વ્યાજ દર 6.50% પર રહેશે. આરબીઆઈએ સતત બીજી વખત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી.