Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બાળકોને સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ સર્જાય તો તેના માટે વધુ કાળજી અને સારવારની આવશ્યકતા ઊભી થાય છે. આવાં પ્રીમેચ્યોર બેબીના જન્મનું પ્રમાણ ૧૦થી ૧પ ટકા રહેતું હોવાનું જાણીતાં પીડિયાટ્રિશિયન અને નિયોનેટોલોજિસ્ટ ડો. અનીતા શ્રીનિવાસને જણાવ્યું હતું.

સ્વસ્થ બેબી કોને કહી શકાય?
સામાન્ય બેબી માતાના ગર્ભમાં નવ મહિના પૂરા કરીને ૩૭થી ૪૦ અઠવાડિયાંના ગાળામાં જન્મે છે. જો બાળક ૩૭ અઠવાડિયાં કરતાં વહેલું જન્મે તો તેને પ્રીટર્મ અથવા તો પ્રીમેચ્યોર બાળક કહેવામાં આવે છે. ઘણાં બાળકો વહેલાં જન્મી જાય છે, પરંતુ મેચ્યોર બેબી મોટા ભાગે સ્વસ્થ જોવા મળે છે, જે સામાન્ય રૂટિન કેર સાથે સર્વાઇવ થાય છે.

પ્રીમેચ્યોર બેબીને ઓક્સિજનની વધુ જરૂર રહે છે
પ્રીમેચ્યોર બાળકની શ્વાસ લેવાની ક્ષમતા ઓછી હોય છે. તેમનાં ફેફસાંને પૂરતો ઓક્સિજન મળવામાં તકલીફ રહેવાનું પ્રમાણ વધુ રહે છે. બાળક સમય કરતાં ઘણું વધારે વહેલું પેદા થયું હોય તો વધારે સમય વેન્ટિલેટર પર રહેવાના કારણે તેનાં ફેફસાં થોડાં હાર્ડ બને છે, માટે વેન્ટિલેટર પરથી નોર્મલ કન્ડિશનમાં લેવાયા બાદ તેને ઓક્સિજનની વધુ જરૂર પડે છે, સાથે જ તેને છાતીમાં પણ ઈન્ફેક્શન ન લાગે તેની કાળજી લેવી પડી શકે છે. મોટા ભાગે પ્રીમેચ્યોર બાળકો જ્યાં સુધી જાતે ઓક્સિજન ન લઈ શકે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતાં નથી.

PDA નામની હૃદયને લગતી સમસ્યા
સમય કરતાં વહેલા જન્મેલા બેબીને પેટેન્ટ ડક્ટ્સ આર્ટેરિયોસીસ (PDA) નામની હૃદયને લગતી સમસ્યા થાય છે. ગર્ભાશયમાં બાળકોની એક એવી રક્તવાહિની હોય છે, જે ઓક્સિજનથી ભરપૂર લોહી ફેફસાંની આસપાસ પહોંચાડે છે. બાળક જન્મે ત્યાર પછી આ નળી તરત જ બંધ થઈ જાય છે, કારણ કે જન્મ બાદ ફેફસાં પોતાનું કામ કરવા માંડે છે અને લોહીમાં ઓક્સિજન પહોંચાડે છે. PDAમાં રક્તવાહિકા ખુલ્લી રહી જાય તો તે હૃદય અને ફેફસાં વચ્ચે લોહીના પરિભ્રમણને અસર પહોંચાડે છે. જો વધારે ખુલ્લી રહી જાય તો બાળક જલદી થાકી જાય છે, દૂધ પીવાની તેમજ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.