એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નાની અને મધ્યમ કંપનીઓના શેરે મોટી કંપનીઓ કરતાં અઢી ગણું વળતર આપ્યું છે. આ દરમિયાન, સેન્સેક્સમાં 7.2% તેજી આવી, પરંતુ મિડકેપ ઇન્ડેક્સ લગભગ 16% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 19% વધ્યો. વિશ્લેષકો માને છે કે સ્મોલકેપ અને મિડકેપ શેરો આ વર્ષે મોટા શેરો કરતાં લગભગ બમણું વળતર આપશે.
ICICI સિક્યોરિટીઝ, LKP સિક્યોરિટીઝ અને મોતીલાલ ઓસ્વાલ અનુસાર, નિફ્ટી સ્મોલકેપ 100 અને મિડકેપ 100 ઈન્ડેક્સની અર્નિંગ ગ્રોથ 2024-25 સુધી નિફ્ટી 50 કરતાં વધી શકે છે. LKP સિક્યોરિટીઝ માને છે કે માર્ચ 2024 સુધીમાં મિડકેપ ઇન્ડેક્સનું વળતર નિફ્ટી 50 કરતા બમણું થઈ જશે.
ICICI સિક્યો. અનુસાર, સ્મોલકેપ શેરોમાં વિદેશી રોકાણકારોએ જૂન 2022 થી વેચાણ બંધ કરી દીધું છે. 2023થી આવા શેરોમાં તેમનું હોલ્ડિંગ ઝડપથી વધી રહ્યું છે. આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે.