Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલો ઇમર્જિંગ એશિયા કપ જીત્યો છે. ટીમે હોંગકોંગમાં રમાયેલી ફાઇનલમાં બાંગ્લાદેશ-Aને 31 રનથી હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. ભારતની ઓફ સ્પિનર શ્રેયંકા પાટીલે 4 વિકેટ લીધી હતી.


પ્રથમ દાવમાં વૃંદા દિનેશે 36 અને કનિકા આહુજાએ 30 રન બનાવ્યા હતા. આહુજાએ બીજી ઇનિંગમાં પણ 2 વિકેટ ઝડપી હતી અને આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

મોંગ કોક મેદાન પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 19.2 ઓવરમાં 96 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટીમ ઈન્ડિયાએ અગાઉ ગ્રુપ સ્ટેજમાં માત્ર એક જ મેચ જીતી હતી, સેમીફાઈનલ સહિત ટીમની બાકીની મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. પરંતુ ટીમે ફાઈનલ જીતીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. આ ટ્રોફી પહેલા ભારતે આ વર્ષે ફેબ્રુઆરીમાં અંડર-19 મહિલા વર્લ્ડ કપ પણ જીત્યો હતો.