Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડેબ્ટ્સ રિકવરી ટ્રીબ્યુનલ (DRT)માં સુરત અને સમગ્ર રાજયના લોન ધારકોના કેસ વધી રહ્યા છે અને આ કેસનો આંકડો દસ હજાર નજીક પહોંચી ગયો છે જ્યારે સમગ્ર ભારતમાં આ ફિગર દોઢ લાખનો ફિગર આંબી ગયો છે.

મિલકતના માર્કેટ ભાવની વાત કરીએ તો હાલ અબજો રૂપિયાની મિલકતોના કેસ ટ્રીબ્યુનલની સામે છે. સુરતની વાત કરીએ તો મિલકત પર લોન લેનારાઓમાં મોટાભાગના વેપારીઓ છે. એક તરફ શહેરમાં હીરાબજારની મંદીના કારણે પણ ઘણા લોકોની આવક પર અસર પડી છે, જે પણ એક કારણ છે કે લોકોએ ઘર લેતી વખતે લોન તો લઈ લીધી હતી પરંતુ હવે જ્યારે હપ્તા ભરવાનો સમય છે ત્યારે તેઓ ઇએમઆઇ ભરવામાં અસક્ષમ થઈ રહ્યા છે.

સરકાર આ ઇશ્યુને ગંભીરતાથી લે, જ્યારે લોનના હપ્તા ભરવામાં ન આવે તો કેસ ચીફ કોર્ટમાં જાય છે અને ત્યાંથી જે ઓર્ડર થાય છે તે મુજબ બેન્કો અને નાણાકિય સંસ્થાઓ પ્રોપર્ટી પર કબજો કરી લે છે. આ પ્રોસિઝરમાં જેણે લોન લીધી હોય તેને પણ સાંભળવા જોઈએ. આ તો લોનધારક ડીઆરટીમાં જાય એ પહેલા જ આદેશ આવી જાય છે કે ઘર-પ્રોપર્ટી ખાલી કરો. ઘણીવાર એવું થાય છે કે ડીઆરટીમાં રેગ્યુલર જજ ન હોવાને લીધે સુનાવણી થતી નથી. હાલ બે જજ છે પરંતુ વચમાં એક અવકાશ એવો પણ રહ્યો જ્યારે કોઈ જજ નહતા. આ ગાળામાં અનેકની પ્રોપર્ટી જતી રહી. > દિનેશ દ્વિવેદી, સી.એ.