ભારતીય કંપનીઓની આવકમાં એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન 6-8%નો ઘટાડો જોવા મળી શકે છે. સળંગ ચોથા ક્વાર્ટર દરમિયાન કંપનીઓની આવકમાં ઘટાડો જોવા મળી શકે છે તેવી શક્યતા રેટિંગ એજન્સી ક્રિસિલે વ્યક્ત કરી હતી. જો કે નફાકારકતાની દૃષ્ટિએ દેશની કંપનીઓનું માર્જિન ગત વર્ષના 19.6%થી વધીને 20%ની આસપાસ જોવા મળી શકે છે.
કોમોડિટીની કિંમતોમાં ઘટાડાને પગલે માર્જિનમાં સુધારો જોવા મળે તેવી શક્યતા છે. હાઇ બેઝને કારણે રેવેન્યૂ ગ્રોથમાં ઘટાડો જોવા મળશે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમા જોવા મળેલા રેવેન્યૂ ગ્રોથ કરતાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમાં 2%નો ઘટાડો જોવા મળશે. છેલ્લા આઠ ક્વાર્ટરમાં એવું પ્રથમવાર બનશે જ્યારે લિસ્ટેડ કંપનીઓના રેવેન્યૂ ગ્રોથમાં ક્રમિક ઘટાડો જોવા મળશે.
ફાઇનાન્સિયલ સર્વિસીઝ અને ઑઇલ-ગેસ સેક્ટર્સને બાદ કરતાં 47 સેકટર્સની 300 કંપનીઓના વિશ્લેષણમાં 14 સેક્ટર્સની આવકમાં ઘટાડો થશે જ્યારે 15 કંપનીઓ ધીમો ગ્રોથ નોંધાવશે તેવી શક્યતા છે. ધાતુ અને ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીની વૈશ્વિક સ્તરે નબળી માંગ રહી હતી.