ઓફ સ્પેન, ત્રિનિદાદમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડી સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 438 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ બીજા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં 1 વિકેટે 86 રને છે. કેરિબિયન તરફથી ક્રેગ બ્રેથવેટ અને કિર્ક મેકેન્ઝી ક્રિઝ પર છે. ભારતીય ટીમને રવીન્દ્ર જાડેજાએ સફળતા અપાવી હતી. તેણે તેજનારાયણને આઉટ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાની પહેલી ઇનિંગ, વિરાટ કોહલીએ 29મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી
ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝ સામેની 100મી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 438 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિરાટ કોહલી (121 રન) ભારતીય ટીમ માટે તેની ટેસ્ટ કારકિર્દીની 29મી સદી ફટકારી હતી. કોહલીની આ 76મી આંતરરાષ્ટ્રીય સદી છે.
કોહલી ઉપરાંત યશસ્વી જયસ્વાલે 57, રોહિત શર્માએ 80, રવીન્દ્ર જાડેજાએ 61 અને રવિચંદ્રન અશ્વિને 56 રન બનાવ્યા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી જોમેલ વોરિકન અને કેમાર રોચે 3-3 વિકેટ લીધી હતી. જેસન હોલ્ડરને 2 વિકેટ મળી હતી.
વિરાટ કરતાં માત્ર ત્રણ ભારતીય બેટર્સે વધુ ટેસ્ટ સદી ફટકારી છે
વિરાટ કોહલીએ ટેસ્ટ સદીના મામલે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટર ડોન બ્રેડમેનની બરાબરી કરી લીધી છે. બ્રેડમેને પણ 29 સદી ફટકારી હતી. વિશ્વમાં માત્ર 15 બેટર્સ તેમનાથી વધુ સદી ફટકારી છે. સચિન તેંડુલકર 51 ટેસ્ટ સદી સાથે પ્રથમ સ્થાને છે. ભારતીય બેટર્સમાં સચિન સિવાય માત્ર રાહુલ દ્રવિડ (36 સદી) અને સુનીલ ગાવસ્કર (34 સદી) એ વિરાટ કોહલી કરતાં વધુ સદી ફટકારી છે.
વિરાટે અત્યારસુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 76 સદી ફટકારી છે. 29 ટેસ્ટ સદી ઉપરાંત તેણે 46 ODI અને T20 આંતરરાષ્ટ્રીયમાં 1 સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર સચિન તેંડુલકરે (100 સદી) વિરાટ કરતાં વધુ સદી ફટકારી છે.