ભારતીય ટીમે વેસ્ટઈન્ડિઝ સામે સતત નવમી ટેસ્ટ શ્રેણી જીતી છે. ટીમે વર્તમાન શ્રેણીમાં 1-0થી જીત મેળવી હતી. શ્રેણીની બીજી મેચ ડ્રો રહી હતી. વેસ્ટઈન્ડિઝે છેલ્લે 2002માં ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી.
પોર્ટ ઓફ સ્પેનમાં રમાયેલી આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ વરસાદના નામે રહ્યો હતો. બપોર સુધી તૂટક તૂટક વરસાદ પડ્યો હતો અને એક પણ બોલ ફેંકવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમે પ્રથમ મેચ એક ઇનિંગ્સ અને 141 રને જીતી લીધી હતી. તેથી જ આ શ્રેણી ભારતીય ટીમે આ સિરીઝ જીતી લીધી છે.
રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડીએ મળીને 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. એટલે કે બંનેએ એકસાથે ટેસ્ટ રમીને 500 વિકેટ લીધી છે, જેમાં અશ્વિને 274 અને જાડેજાએ 226 વિકેટ લીધી છે.
ટોચની વિકેટ લેનાર ભારતીય સ્પિન જોડીની વાત કરીએ તો અનિલ કુંબલે સાથે હરભજન સિંહે સૌથી વધુ 501 વિકેટ લીધી છે. અશ્વિન કે જાડેજા પાંચમા દિવસે 2 વિકેટ લેતાની સાથે જ આ રેકોર્ડ તોડી નાખશે.
વેસ્ટઈન્ડિઝે ચોથા દિવસની શરૂઆત 229/5ના સ્કોર સાથે કરી હતી અને ટીમ 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 5 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ બીજા જ દિવસે તેની બીજી ઇનિંગ પણ શરૂ કરી હતી. ટીમે 24 ઓવરમાં 2 વિકેટે 181 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. વેસ્ટઈન્ડિઝે બીજી ઇનિંગ શરૂ કરી અને ટીમે 2 વિકેટે 76 રન બનાવ્યા.