ભારતીય ઉદ્યોગપતિઓ અમેરિકાના વિવિધ શહેરોમાં નવા ટેક હબમાં રોકાણ કરી રહ્યા છે. અંદાજે રૂ. 500 લાખ કરોડના રોકાણ સાથે 12 મિની સિલિકોન વેલી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેલિફોર્નિયાની પ્રખ્યાત સિલિકોન વેલીની તર્જ પર ભારતીય ઉદ્યોગ સાહસિકોએ ઓસ્ટિન, એટલાન્ટા, સિએટલ, સાન ડિએગો, જેક્સનવિલે અને ઓર્લાન્ડો જેવા શહેરોમાં ટેક કંપનીઓમાં રોકાણ કર્યું છે.
હવે અમેરિકાનું લગભગ 55 ટકા ટેક સંબંધિત કામ આ શહેરોના ટેક હબમાં થઈ રહ્યું છે. બે એરિયા કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ, ભારતીયો હવે તે જ તર્જ પર મિની સિલિકોન વેલી બનાવી રહ્યા છે જે તેમણે લગભગ 30 વર્ષ પહેલાં સિલિકોન વેલીની સ્થાપનામાં યોગદાન આપ્યું હતું.