ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયેલે 24 દિવસ બાદ જવાબી કાર્યવાહી કરી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈરાને શનિવારે સવારે ઈઝરાયેલ પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયેલે પણ સીરિયા પર હવાઈ હુમલા કર્યા છે. હુમલા બાદ ઈઝરાયેલ, ઈરાન અને ઈરાકે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન અને કારજ પર હુમલો કર્યો છે. ફોક્સ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે ઈરાન પર હવાઈ હુમલાના થોડા સમય પહેલા ઈઝરાયલે વ્હાઈટ હાઉસને જાણ કરી હતી.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સીસ (IDF)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે 1 ઓક્ટોબરના હુમલાના જવાબમાં ઇઝરાયેલની સૈન્ય ઈરાની સૈન્ય લક્ષ્યો પર ચોક્કસ હુમલા કરી રહી છે. ઈરાન અને આ ક્ષેત્રમાં તેના સહયોગી દેશો 7 ઓક્ટોબર 2023થી ઈઝરાયેલ પર 7 મોરચે હુમલો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલને પણ જવાબ આપવાનો અધિકાર છે. અમે ઇઝરાયેલ અને અમારા લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.
ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે વિસ્ફોટ ઈમામ ખોમેની ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક થયો હતો. ઈઝરાયેલે ઓછામાં ઓછી 7 મિસાઈલો છોડી હતી. એર સ્ટ્રાઈક બાદ અમેરિકાએ ઈઝરાયેલનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે આ ઈરાનના હુમલાનો જવાબ છે.