17 જૂને પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટની ફોન વાતચીત થઈ હતી, ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ઘણા બગડ્યા હતા. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, બંને નેતાઓ વચ્ચે વાતચીત એવા સમયે થઈ જ્યારે ટ્રમ્પ કેનેડામાં G7 સમિટમાંથી વહેલા નીકળી ગયા હતા. મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે થઈ શક્યું નહીં.
આ પછી, બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ જેમાં મોદીએ ટ્રમ્પને સ્પષ્ટપણે કહ્યું કે યુદ્ધવિરામ પાકિસ્તાનની વિનંતી પર થયો છે, અમેરિકન દખલગીરીને કારણે નહીં. મોદીએ એમ પણ કહ્યું કે ભારત કાશ્મીર મુદ્દા પર કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી ક્યારેય સ્વીકારશે નહીં.