આજે એટલે કે 16મી ઓક્ટોબરે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 641 રૂપિયા વધીને 59,037 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. જ્યારે 18 કેરેટ સોનાની કિંમત વધીને 44,277 રૂપિયા થઈ ગઈ છે.
ચાંદીમાં પણ આજે 841 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, જેના કારણે તે 70,572 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. પહેલા તે 69,731 રૂપિયા હતો. આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે.
ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધી સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં 1318 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ મહિનાની શરૂઆતમાં એટલે કે 1 ઓક્ટોબરના રોજ તે 57,719 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો, જે હવે 59,037 રૂપિયા પર છે. જ્યારે ચાંદી 71,603 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી ઘટીને 70,572 રૂપિયા પર આવી ગઈ છે.