Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશના અનેક શહેરોમાં મિલકતોની કિંમત વધવા છતાં દર 10માંથી 6 એટલે કે અંદાજે 60% ભારતીયો 45 લાખથી 1.5 કરોડ રૂ.ની રેન્જમાં ઘર ખરીદવાની ઇચ્છા ધરાવે છે. 35%એ 45-90 લાખ અને 24%એ 90 લાખથી 1.5 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા ઘરને ખરીદવા પ્રાથમિકતા આપી છે. પ્રોપર્ટી કન્સલટન્ટ એનારૉકના વર્ષ 2023ના પહેલા છ મહિનામાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સરવેમાં આ વાત સામે આવી છે. તેમાં બેંગ્લુરુ, ચેન્નાઇ, પુણે, દિલ્હી-એનસીઆર, કોલકાતા, એમએમઆર અને હૈદરાબાદમાં 5,218 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.


એનારૉક ગ્રુપના ચેરમેન અનુજ પુરીએ કહ્યું કે તાજેતરના સરવે અનુસાર મોટા ઘરોની માંગમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ 3 બીએચકે ઘરોએ ફરી એકવાર 2 બીએચકે ફ્લેટ્સને પાછળ છોડી દીધા છે. 48% લોકો 3 બીએચકે ખરીદવાની યોજના ધરાવે છે. જ્યારે, 39%એ 2 બીએચકે ખરીદવાને પ્રાથમિકતા આપી હતી. 45 થી 90 લાખ રૂ.ની કિંમત વાળા ઘર મિડ રેન્જમાં છે અને 90 લાખથી 1.5 કરોડ રૂપિયાની કિંમત વાળા ઘર પ્રીમિયમ રેન્જમાં સામેલ છે.

એવા લોકો જે મિડ અને હાઇ રેન્જ વાળા મકાનની ખરીદી કરવા માંગે છે તેમની સંખ્યા આ વર્ષે 2020ના પહેલા છ મહિનાથી 10% વધુ રહી હતી. આ સ્થિતિ એ સમયે છે જ્યારે 66% લોકોએ માન્યું કે મોંઘવારી તેમની આવકને પ્રભાવિત કરે છે.