Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જસદણના ગંગાભુવન વિસ્તારમાંથી જસદણ પોલીસને દરોડ દરમિયાન વિદેશી દારૂની 122 બોટલો મળી આવતા પોલીસે દારૂ છુપાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી હતી. આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગઈકાલે રવિવારે બપોરે 3-30 વાગ્યા આસપાસ જસદણ પોલીસના પીઆઈ ટી.બી.જાનીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને પ્રોહિબિશન અંગે પેટ્રોલિંગમાં હતા.


દરમિયાન જસદણ પોલીસ મથકના પીઆઈને બાતમી મળી હતી કે, જસદણ શહેરના ગંગાભુવન સોસાયટી વિસ્તારમાં આવેલી આંગણવાડી પાસે આવેલ વિશ્વજીત ઉર્ફે ગોપાલ કનુભાઈ વાળાએ પોતાના કબ્જા ભોગવટાના ઘોડા બાંધવાના તબેલામાં આવેલી ઓરડીમાં આગામી વિધાનસભાની ચૂંટણી વખતે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરવા મંગાવ્યો છે.

જે બાતમીના આધારે જસદણ પોલીસે રેઈડ કરતા ઓરડીમાં છૂપાવી રાખેલો રૂ.89,160 ની કિંમતનો 122 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી તે મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ દારૂનો જથ્થો આરોપી વિશ્વજીત ઉર્ફે ગોપાલ કનુભાઈ વાળા(રહે-અર્જુનપાર્ક,જસદણ) એ છુપાવી રાખ્યો હોવાથી જસદણ પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.