ભારતની હથિયારો બનાવતી 150થી વધુ કંપનીઓ માટે ફ્રાન્સે ભારત સરકારની સાથે મળીને ભારતમાં પ્રથમ વખત ઇન્ડો-પેસિફિક આંતરિક સુરક્ષા અંગે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ મિલીપોલ ઇન્ડિયાની શરૂઆત કરી છે. આ ભારતીય હથિયાર બનાવતી કંપનીઓ અને ભારત માટે એક એવા પ્લેટફોર્મ તરીકે છે જેના મારફતે વિદેશી હથિયાર બનાવતી કંપનીઓ અને ભારતીય હથિયારો માટે વિદેશી ખરીદારો પારસ્પરિક રીતે મળી શકશે. મિલિપોડ ઇન્ડિયાના ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ અને એક્ઝિબિશનની શરૂઆત ગુરૂવારે પ્રગતિ મેદાનમાં થઇ હતી. જેમાં 150 ભારતીય કંપનીઓ અને કેનેડા, અમેરિકા, ફ્રાન્સ, યુએઇ, બેલ્જિયમ, બ્રાઝિલ, વિયતનામ સહિત 15 દેશોથી આવેલા ઇન્વેસ્ટર્સ અને હથિયાર બનાવતી કંપનીઓ ભાગ લઇ રહી છે.
અમેરિકન સેનામાં ડાયરેક્ટ ગેસ ઇમ્પીઝમેન્ટ અને ઓટોમેટિક રાઇફલ્સ તેમજ કોમ્પેક્ટ પિસ્તોલનો ઉપયોગ ટેક્ટિકલ ઓપરેશન દરમિયાન વધારે થાય છે. આ ગનનુ નિર્માણ બ્રાઝિલની ટોરસ કંપનીએ ભારતમાં જિન્દાલ ડિફેન્સની સાથે મળીને શરૂ કરી દીધુ છે.
કોન્ક્રીટ દીવાલને તોડી પાડવામા સક્ષમ સ્નાઇપર રાઇફલ
આ એક્ઝિબિશનમા યુએઇની એક કંપની દ્વારા ભારતમાં તૈયાર કરવામાં આવેલી સ્નાઇપર રાઇફલ પણ આકર્ષણ જમાવી રહી છે. તેની વિશેષતા એ છે કે આ આ સ્નાઇપર રાઇફલ કોન્ક્રીટની દીવાલને પણ તોડીને પોતાના લક્ષ્યને પાર પાડવામાં અસરકારક અને સક્ષમ છે.
અપરાધીઓને ઓળખનાર એઆઇ સાથે સજ્જ કેમેરા
સીપી પ્લસ કંપની તરફથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુવિધાથી સજ્જ કેમેરા રજૂ કરવામાં આવ્યા છે.