Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતનો પ્રવાસ મુલતવી રાખ્યા બાદ ટેસ્લાના માલિક એલોન મસ્ક રવિવારે ચીનના બેઈજિંગ પહોંચ્યા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ, મસ્ક અહીં સીનિયર અધિકારીઓ સાથે ટેસ્લાના ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ (FSD) સોફ્ટવેરના રોલઆઉટ વિશે ચર્ચા કરી શકે છે.


આ સિવાય સોફ્ટવેરના એલ્ગોરિધમને ટ્રેન કરવા માટે ચીનમાં એકત્રિત કરવામાં આવેલા ડેટાને વિદેશમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી અંગે પણ મસ્ક ચર્ચા કરી શકે છે. ટેસ્લાના લાખો ગ્રાહકો FSD માટે કારમાંથી એકત્ર કરાયેલા વીડિયોમાંથી ટ્રેનિંગ આપવામાં આવે છે.

ટેસ્લા ઓટોપાયલટ ટીમના સભ્ય ધવલ શ્રોફ સમજાવે છે કે કોમ્પલેક્ષ ડ્રાઇવિંગ પરિસ્થિતિઓમાં રિયલ હ્યુમન ડ્રાઇવરો કેવી રીતે વર્તે છે તે અંગે અમે મોટા પ્રમાણમાં ડેટાની પ્રક્રિયા કરીએ છીએ.

આ સિવાય મસ્ક સોફ્ટવેરના એલ્ગોરિધમને તાલીમ આપવા માટે ચીનમાં એકત્રિત કરવામાં આવેલ ડેટાને વિદેશમાં ટ્રાન્સફર કરવાની પરવાનગી અંગે પણ ચર્ચા કરી શકે છે. રેકોર્ડેડ વિડિયોઝમાંથી વિશ્વભરના લાખો ટેસ્લા ડ્રાઇવરોના વર્તનને સમજીને FSDને તાલીમ આપવામાં આવે છે.