Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સ્ટોક એકસચેન્જ BSE અને NSE આજથી કેટલાક ચુનંદા સ્ટોક્સમાં T+0ના બીટા વર્ઝન અથવા એક જ દિવસે ટ્રેડ સેટલમેન્ટ રજૂ કરશે. તે ઇક્વિટી કેશ માર્કેટમાં ટી+1 સેટલમેન્ટ સાઇકલ ઉપરાંત રહેશે. શરૂઆતમાં ટી+0 ટ્રેડ સેટલમેન્ટનો વિકલ્પ માત્ર 25 સ્ટોક્સ અને મર્યાદિત બ્રોકર્સ સાથે ઉપલબ્ધ રહેશે.


ટી+0 એટલે એ જ દિવસે ટ્રેડ સેટલમેન્ટ અને આ પગલાંથી ખર્ચ ઘટશે, કાર્યક્ષમતા વધશે, રોકાણકારો પાસેથી વસૂલાતા ચાર્જમાં પારદર્શિતા આવશે તેમજ ક્લિયરિંગ કોર્પોરેશન ખાતે રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ અને સિક્યોરિટી માર્કેટની સમગ્ર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે.

ટી+0 સેટલમેન્ટની પહેલ માત્ર માર્કેટની કામગીરીની અસકારકતા જ નહીં વધારે પરંતુ સાથે સાથે લેવડદેવડને લગતું જોખમ ઘટાડશે તેમજ વેપારીઓ અને રોકાણકારોને પણ વધુ મૂલ્ય પ્રદાન કરશે. સ્ટોક્સબોક્સના CEO વામસી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે મર્યાદિત ટ્રેડિંગ વિન્ડો માટે આ પહેલ દેશના ટ્રેડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વૈશ્વિક માપદંડો સાથે સુસંગત કરવા તરફ એક નોંધપાત્ર સિમાચિહ્ન છેે.

BSEએ ટી+0 સેટલમેન્ટ સાઇકલ માટે 25 સ્ટોક્સની યાદી જાહેર કરી છે. જેમાં બજાજ ઓટો, વેદાંતા, હિન્દાલકો ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા, ટ્રેન્ટ, તાતા કોમ્યુનિકેશન્સ, નેસ્લે ઇન્ડિયા, સિપ્લા, એમઆરએફ, જેએસડબલ્યૂ સ્ટીલ, બીપીસીએલ, ઓએનજીસી, એનએમડીસી અને અંબુજા સીમેન્ટ્સ સામેલ છે.