રાજકોટના સાધુ વાસવાણી રોડ પર પામસિટી એપાર્ટમેન્ટ વસંત વિહાર ખાતે રહેતા પટેલ વેપારી અને અન્યો પાસેથી ધંધા માટે નાણાં લઇને રૂ.1.09 કરોડ ઓળવી જવાના ગુનામાં પકડાયેલી સાસુ-પુત્રવધૂની જેલમાંથી છૂટવા કરેલી જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર વસંતવિહારમાં રહેતા બ્રિજેશ અમૃતલાલ અદોદરિયાએ ગત તા.15-12ના રોજ મુનેશ મગન હિરપરા, મંજુલા મગન હિરપરા, જાનકી મયૂર હિરપરા સામે પોલીસમાં ફરિયાદ અને અન્યો પાસેથી ધંધા માટે નાણાં લઇ રૂ.1,09,10,000 ઓળવી જઇ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. જેલહવાલે થયેલા મંજુલા મગનલાલ હિરપરા અને જાનકી મયૂર હિરપરાએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી. જે સરકારી વકીલ મુકેશ પીપળિયાની દલીલો ધ્યાનમાં લઇ સેશન્સ જજ બી.બી.જાદવે ફગાવી દીધી હતી.