શુભમન ગિલ અને દીપ્તિ શર્માને 2023 માટે ભારતના બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે દિગ્ગજ ક્રિકેટર રવિ શાસ્ત્રીને લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડ આપવામાં આવ્યો છે.
મંગળવારે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના ખેલાડીઓનું સન્માન કર્યું. 2019 પછી પ્રથમ વખત બોર્ડે ખેલાડીઓને અવોર્ડ આપ્યા છે. હૈદરાબાદમાં આયોજિત સમારોહમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ પણ ખેલાડીઓ સાથે પહોંચ્યા હતા.
શુભમન ગિલ ઉપરાંત આ અવોર્ડ મોહમ્મદ શમીને 2019-20 માટે, રવિચંદ્રન અશ્વિનને 2020-21 માટે અને જસપ્રિત બુમરાહને 2021-22 માટે આપવામાં આવ્યો હતો.
દીપ્તિ શર્મા ઉપરાંત આ પુરસ્કાર મહિલા કેટેગરીમાં 2020થી 2022 માટે આપવામાં આવ્યો હતો. સ્મૃતિ મંધાનાને 2020-22ની સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવી હતી. દીપ્તિ શર્માને 2019-20 માટે એવોર્ડ મળ્યો હતો.