Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતે DLS પદ્ધતિ હેઠળ બીજી T20માં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું છે. આ સાથે ભારતે ત્રણ T-20 મેચની સિરીઝમાં 2 મેચ જીતીને સિરીઝ નામે કરી લીધી છે. ત્રીજી T20 મંગળવારે રમાશે.


પલ્લેકેલેમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. શ્રીલંકાએ 9 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. કુસલ પરેરાએ ફિફ્ટી ફટકારી હતી. રવિ બિશ્નોઈએ 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 2-2 સફળતા મળી હતી.

ભારતની બેટિંગ દરમિયાન વરસાદ પડ્યો, જેના કારણે ટીમને 8 ઓવરમાં 78 રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે 6.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સૂર્યકુમાર યાદવે 12 બોલમાં 26 રન, હાર્દિક પંડ્યાએ 9 બોલમાં 22 રન અને યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 30 રન બનાવ્યા હતા.