Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતે યજમાન સાઉથ આફ્રિકાને 2 વિકેટે હરાવીને અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે આ ICC ટુર્નામેન્ટની નવમી વખત ટાઈટલ મેચમાં સ્થાન મેળવ્યું છે.


બેનોનીમાં ભારતીય ટીમે 48 ઓવરમાં 8 વિકેટે 245 રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો હતો. આ રન ચેઝમાં સચિન ધાસ (96 રન) અને કેપ્ટન ઉદય સહારન (81 રન)ની ભાગીદારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે 171 રન જોડ્યા હતા. ભારતીય ટીમે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

આ પહેલા સાઉથ આફ્રિકાની ટીમે ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 244 રન બનાવ્યા હતા. લુઆન-ડ્રે પ્રિટોરિયસ (76 રન) અને રિચર્ડ સેલેટ્સવેન (64 રન)એ અડધી સદી ફટકારી હતી. રાજ લિંબાણીએ ત્રણ વિકેટ ઝડપી હતી. મુશીર ખાનને બે સફળતા મળી.