Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે લોકોમાં હવે અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. એમાં પણ ભારત અને પાકિસ્તાનની મેચ માટે લોકોનો ઉત્સાહ સાતમા આસમાને છે. એક મહિના અગાઉ જ બધી જ ટિકિટો વહેંચાઈ ગઈ છે. ત્યારે આ મેચ વિશ્વના બીજા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાવવાની છે. 23 ઓક્ટોબરે રમાનારા આ મહામુકાબલા માટે ક્રિકેટ ફેન્સની સાથે આ ગ્રાઉન્ડ પણ હવે તૈયાર છે.

હજુ નવ દિવસ પહેલા જ મેલબોર્ન ગ્રાઉન્ડે ઓસ્ટ્રેલિયા ફૂટબોલ લીગ (AFL)ની ફાઈનલ યોજી હતી. ત્યારે આજે MCGએ ટાઈમલેપ્સ વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેઓ ભારત અને પાકિસ્તાન મેચ માટે તૈયાર છે.

આ T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયામાં યોજાવવાનો છે. જેમાં અંદાજે 8 લાખ લોકો આ ગ્લોબલ ઇવેન્ટ જોવા આવશે તેવી ધારણા છે. હજુ અમુક મેચની ટિકિટોનું વેંચાણ ચાલુ જ છે. જોકે ભારતની બધી જ મેચની ટિકિટો વહેંચાઈ ગઈ છે.