Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને શુભમન ગિલને ICCની ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં સ્થાન મળ્યું નથી. યશસ્વી જયસ્વાલ, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાને સ્થાન આપ્યું છે. પેટ કમિન્સને કેપ્ટન બનાવ્યો છે. ICCએ શુક્રવારે આ ટીમ જાહેર કરી છે.


ICC એ ટેસ્ટની સાથે 2024ની મેન્સ ODI ટીમ ઓફ ધ યર પણ જાહેર કરી છે. તેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકાના કોઈપણ ખેલાડીનો સમાવેશ થતો નથી.

ઓસ્ટ્રેલિયાના ફક્ત એક જ ખેલાડીને ટેસ્ટ ટીમમાં સામેલ કર્યો છે. તે જ સમયે, ઇંગ્લેન્ડના 4 ક્રિકેટરોને સ્થાન આપવામાં આવ્યું છે. ટીમમાં ભારતના 3 અને ન્યૂઝીલેન્ડના 2 ખેલાડીઓનો સમાવેશ થાય છે. શ્રીલંકાના એક ખેલાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.