તણાવ હેઠળ જીવન જીવવું એ દિવસમાં એક પેકેટ સિગારેટ પીવા જેટલું જોખમી છે. તણાવમાંથી રાહત મેળવવા માટે અમેરિકાના વડીલો હવે વિવિધ પ્રકારના કોયડાને ઉકેલે છે. તાજેતરમાં જ અમારા સ્પ્રિંગવેલી સિનિયર સેન્ટરના વડીલોએ 60 હજાર ટુકડાઓની વિશ્વની સૌથી મોટી પઝલ પૂરી કરી. મેં જાતે મારા સ્પ્રિંગવેલી સિનિયર સેન્ટરમાં જોયું કે પઝલ થેરાપીથી તેમના ટીમવર્કમાં સુધારો દેખાયો.
સેન્ટરમાં વૃદ્ધો માટે પેઇન્ટિંગ સેશન્સ, આર્ટ વર્કશોપ અને બુસ્ટ યોર બ્રેન એક્સરસાઇઝ પણ અપાય છે. પરંતુ શરૂઆતથી જ વૃદ્ધોમાં પઝલ ચેલેન્જમાં વધુ રસ હતો. કોયડા વ્યક્તિની વિચારવાની ક્ષમતા વધારે છે. હવે વડીલો હંમેશા અમારા કેન્દ્રમાં કોયડા ઉકેલતા જોવા મળશે. શરૂઆતમાં લોકો 1000 ટુકડાઓના નાના કોયડાઓ ભેગા કરતા હતા પરંતુ ગયા મહિને વડીલોએ ‘વોટ અ વન્ડરફુલ વર્લ્ડ’’ કોયડો પૂર્ણ કર્યો જે 60 હજાર ટુકડાઓ, 29 ફૂટ લાંબો, 8 ફૂટ ઊંચો કોયડો છે.