રાજકોટમાં આજે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયએ આત્મીય યુનિવર્સીટીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં આપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે,ભાજપ આરોપ લગાવનાર તેની વિકૃત માનસિકતા છતી કરે છે.
ભારતમાં શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાશે
વધુમાં નિત્યાનંદ રાયએ જણાવ્યું હતું કે, સાચો વિકાસ માનવીય મૂલ્યોના સંવર્ધન સાથેના શિક્ષણ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. ભારતને આ મુલ્યો પરંપરાગત રીતે મળ્યા છે, તેને આધુનિક શિક્ષણ સાથે સમન્વિત કરવાની જરૂરિયાત નવી શિક્ષણ નીતીથી પૂર્ણ થશે. આવનારા સમયમાં નવી શિક્ષણ નીતિના અમલ થકી ભારતમાં શિક્ષણ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાશે. મંત્રીએ વધુમાં શિક્ષણ નીતિના અમલમાં મહત્તમ યોગદાન આપવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. તેમજ રાજકોટ મહાનગરપાલિકા અને યુનિવર્સિટીના સૌજન્યથી SDG જાગૃતિ અંગે કરેલા કાર્યની પ્રશંસા કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે નવી શિક્ષણ નીતિ અંગે સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન પૂરી પાડ્યું હતું.
વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા
આ પ્રસંગે મંત્રીએ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ટ્રાન્સફોર્મેશન અંતર્ગત સ્કૂલ ઓફ કોનશિયસનેસ ડેવલપમેન્ટ એન્ડ વેલ્યુ એજ્યુકેશન, સ્કૂલ ઓફ સસ્ટનેબલીટી, સ્કૂલ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, સંગમ અને સમાધાન પ્રકલ્પોનું રિમોટથી ઈ-તકતીના અનાવરણ દ્વારા ઉદઘાટન કર્યું હતું. તેમજ સ્ટાર્ટઅપ અંગેના પેમ્ફલેટનું ઉદઘાટન કર્યું હતું. વધુમાં સ્ટાર્ટઅપ સ્ટોલની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની રચનાત્મકતા અને ઉત્સાહ પ્રધાનમંત્રીશ્રીના સપનાઓનું નવભારત બનશે તેવી મારા મનમાં શ્રદ્ધા જન્માવે છે તેવું કહેતાં તેમની મહેનત અને ધગશ માટે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા