ઉત્તરાખંડ સરકારે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્યા ફાર્મસીના લગભગ 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા સોમવારે સાંજે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટમાં આ માહિતી આપવામાં આવી છે.
ઉત્તરાખંડ સરકારની લાઇસન્સિંગ ઓથોરિટીએ પણ સોમવારે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે- પતંજલિ આયુર્વેદના ઉત્પાદનો વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવાને કારણે કંપનીનું લાઇસન્સ અટકાવી દેવામાં આવ્યું છે.
દિવ્યા ફાર્મસી પંતજલિ પ્રોડક્ટ્સને મેન્યુફેક્ચરિંગ કરે છે. રાજ્ય લાયસન્સિંગ ઓથોરિટીએ બાબાની ફર્મને કફ, બ્લડ પ્રેશર, સુગર, લીવર, ગોઇટર અને આંખના ટીપાં માટે વપરાતી 14 દવાઓનું ઉત્પાદન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ તમામ જિલ્લા ડ્રગ ઇન્સ્પેક્ટરોને પણ મોકલી દેવામાં આવ્યો છે.