લખનઉ સુપર જાયન્ટ્સે IPL-2024ની 48મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું છે. વર્તમાન સિઝનમાં બંને વચ્ચે પ્રથમ વખત મેચ રમાઈ હતી. LSGની આ સિઝનની છઠ્ઠી જીત છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બીજી તરફ MI સતત ત્રીજી મેચ હારી ગઈ હતી.
લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં LSGએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. માર્કસ સ્ટોઇનિસે 45 બોલમાં 62 રનની ઇનિંગ રમી હતી જ્યારે કેપ્ટન કેએલ રાહુલે 28 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી હતી.
મુંબઈ તરફથી નેહલ વાઢેરાએ 46, ટિમ ડેવિડે 35 અને ઈશાન કિશને 32 રન બનાવ્યા હતા. મોહસીન ખાને 2 વિકેટ લીધી હતી. મયંક યાદવ, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ અને માર્કસ સ્ટોઇનિસે એક-એક વિકેટ લીધી હતી.