કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં યોજાઈ રહેલી પ્રથમ લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત મતદાને 28 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શ્રીનગર સીટ પર સોમવારે સાંજે 5 વાગ્યા સુધી 36.01% મતદાન થયું હતું. અહીં કુલ 17.48 લાખ મતદારો છે અને 24 ઉમેદવારો મેદાનમાં હતા. અગાઉ, 2019માં 14.1%, 2014માં 25.9% અને 1996માં 40.94% મતદાન થયું હતું.
ભાજપે પહેલીવાર અહીંથી કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો નથી. બાકીના 9 રાજ્યોમાંથી 6 રાજ્યોમાં 60% મતદાન. બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં 70%થી વધુ મતદાન થયું હતું. આ 96 બેઠકો પર 2019માં 69.05%, 2014માં 69.01% અને 2009માં 61.56% મતદાન થયું હતું. તેલંગાણામાં 2014 અને 2009ના આંકડામાં 17 સીટો નથી.