Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફિફા વર્લ્ડ કપમાં એક મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. 20 નવેમ્બરે યજમાન કતાર અને ઈક્વાડોરના મુકાબલાથી ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. વર્લ્ડ કપ દર્શકો માટે ટોચના ખેલાડીઓને એક જ સ્થળે જોવાની તક આપે છે, જ્યારે આયોજકો માટે આ સમય દેશની ક્ષમતા અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રદર્શિત કરવાની તક રહે છે. કતારે એક એવું સ્ટેડિયમ બનાવ્યું છે જે વર્લ્ડ કપની યજમાની બાદ ગુમ થઈ જશે. આ સ્ટેડિયમ રિમૂવેબલ (હટાવી શકાય એવું) છે. વર્લ્ડ કપ ઈતિહાસમાં પ્રથમવાર રિમૂવેબલ સ્ટેડિયમમાં મેચ રમાશે. જે કતારે 7 સ્ટેડિયમ બનાવ્યા છે, જે કતાર અને આરબ દેશોની સંસ્કૃતિ અને પરંપરાઓની ઝલક દર્શાવે છે.


આ આયોજનમાં સામેલ છે રિમૂવેબલ સ્ટેડિયમ, જેનું નામ 974 સ્ટેડિયમ છે. અહીં પ્રથમ મેચ 22 નવેમ્બરના પોલેન્ડ અને મેક્સિકો વચ્ચે રમાશે. 974 કતારનો આંતરરાષ્ટ્રીય ડાયલિંગ કોડ છે. આ ઉપરાંત સ્ટેડિયમને બનાવવા 974 શિપિંગ કન્ટેનર્સનો ઉપયોગ કરાયો છે. દરેક કન્ટેનરને જુદો રંગ કરાયો છે, જેથી તે દેખાવે આકર્ષક લાગે. તેને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત આર્કિટેક્ટ ફેનબિક ઈરિબેરેને ડિઝાઈન કર્યું છે.

જેની દર્શક ક્ષમતા 40 હજાર છે. ટૂર્નામેન્ટ બાદ સ્ટેડિયમની છતથી લઈ સીટ સુધી બધી વસ્તુઓ હટાવી લેવાશે, જેથી તેનો અન્ય સ્થળે ઉપયોગ કરી શકાય. સ્ટેડિયમના સ્થાને વોટરફ્રન્ટ રિક્રિએશન એરિયા બનાવાશે, જ્યાં રેસ્ટોરાં, પાર્ક રહેશે.