બુધવારનો દિવસ શેરબજારમાં ઐતિહાસિક દિવસ હતો,સેન્સેક્સે બુધવારે બજારની શરૂઆત થતાં જ પહેલીવાર 80,000નો આંકડો વટાવ્યો હતો. વિશ્વ સ્તરે પોઝિટિવ સંકેતો વચ્ચે ભારતીય ઈન્ડેક્સમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નિફ્ટી ઈન્ડેક્સ પણ આ સાથે 24300ની સપાટીને સ્પર્શી ગઈ હતી.
બેન્કોના સ્ટોક્સમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે.સેન્સેક્સ 545 પોઈન્ટ ઉછળી 80094ના હાઈ લેવલે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જયારે નિફ્ટી ફ્યુચર 24376ની રેકોર્ડ ટોચ પાસે પોઈન્ટ ઉછળી બંધ રહયું,બેન્ક નિફ્ટી ફ્યુચર 53249 પોઈન્ટની રેકોર્ડ ટોચ પાસે પોઈન્ટ ઉછળી બંધ રહયું,
શરૂઆતના સત્ર પછી પણ બજારનો ઉછાળો જળવાઈ રહ્યો હતો અને શરૂઆતમાં એચડીએફસી બેન્કની આગેવાની હેઠળ બેન્કિંગ શેરોની ઊંચી માંગ હતી. એચડીએફસી બેંકનો શેર 3.50 ના વધારા સાથે 1791ના સ્તરે ખૂલ્યો અને 1794ની નવી ૫૨ સપ્તાહની ઊંચી સપાટી બનાવી.
જોકે ઊંચા સ્તરોને કારણે એચડીએફસી બેન્કમાં થોડો પ્રોફિટ બુકિંગ થયો હતો, પરંતુ તેની અસર સૂચકાંકો પર પડી ન હતી કારણ કે ખરીદદારો અન્ય લાર્જકેપ ખાનગી બેન્ક શેરોમાં આવ્યા હતા.એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ તથા નેસલે ટોપ ગેનરમાં રહ્યા હતા.